COVID-19 Free Distribution Face Mask, Sanitizer and Food
Personal Info

Donation Total: ₹500.00

0
Raised:
₹1.29 lakh
Goal:
₹5 lakh

COVID-19 Free Distribution Face Mask, Sanitizer and Food

ફ્રેન્ડસ કેર ફાઉન્ડેશન દ્ધારા કોરોનાં વાઈરસ થી બચવા માટે માસ્ક અને હેન્ડ સેનિટાઈઝર, ફૂડ વિતરણ કરવા માટે આપના સાથ અને સહકાર ની જરૂર છે. ૫૦૦ જરૂરિયાત મંદ અને ગરીબ વિસ્તાર માં એનું વિતરણ કરવાનું છે તો આપના તરફ થી બનતી હેલ્પ કરવા વિનઁતિ જેમાં ઓછા માં ઓછી ૫૦૦/- કે તેનાથી વધારે હેલ્પ કરવા વિનંતિ એ સોસાયટી રજિસ્ટ્રેશન એક્ટ – 1860 અને બોમ્બે પબ્લિક ટ્રસ્ટ એક્ટ -1950, અમદાવાદ, ગુજરાત, ભારત સ્થિત હેઠળ સ્થાપિત એક બિનસરકારી સંસ્થા છે. જે એવા સમાજને પ્રોત્સાહન આપવું કે જેમાં મહિલાઓ તેમના પરિવાર અને સમાજમાં મૂલ્ય ઉમેરવા માટે પૂરતા સશક્ત છે; બધા બાળકો શિક્ષણ સાથે સશક્ત છે અને તેમના બાળપણના અધિકારોનો આનંદ માણી શકે છે, અને ટકાઉ અને માનવીય સમાજ બનાવે છે જેમાં તમામ જીવોને તેમનું જીવનનિર્વાહ સંચાલન કરવાની સુવિધા મળે છે. અમલીકરણ, વિકાસ માટે સરકાર, દાતાઓ, બિન-સરકારી અને અન્ય સ્વયંસેવક સંસ્થાઓ સાથે યોજના બનાવીને અમલમાં મુકવા અથવા જોડાવા, જે વિકાસશીલ છે, જે તેમના વિકાસને મેનેજ કરવા માટે સંપૂર્ણ ક્ષમતાવાળા શિક્ષિત, સંગઠિત અને મજબુત બનવાની અમારી દ્રષ્ટિને પૂર્ણ કરે છે. ફ્રેન્ડસ કેર ફાઉન્ડેશન અનાથ આશ્રય, વૃધ્ધાશ્રમ, બાળ અધિકાર, શિક્ષણ સહાય, વૃદ્ધાશ્રમ સહાય, મહિલા સશક્તિકરણ, આફત રાહત, તબીબી સહાયતા અને પક્ષીઓ અને પ્રાણીઓની સંભાળમાં કેન્દ્રિત છે.

સેવા એજ પ્રભુ સેવા

ફ્રેન્ડસ્ કેર ફાઉન્ડેશન વિવિધ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે, જેમાં સ્વાસ્થ્ય અંગે જાગૃતિ ફેલાવવાની કામગીરીનો પણ સમાવેશ થાય છે, હાલમાં આખા દેશમાં જ્યારે કોરોના વાયરસના ફેલાવાને અટકાવવાના પ્રયત્નો થઈ રહ્યાં છે ત્યારે અમારું ફાઉન્ડેશન ગરીબ લોકો માટે અને જે મજૂર લોકો અને જે સ્લમ વિસ્તાર મા રહેતા લોકો સુધી જીવન જરૂરી અને હેલ્થ ને લઈ ને ખાસ કરીને માસ્ક અને સેનીટાઈઝરની ૫૦૦ કીટ વહેચવા જઈ રહ્યું છે, જેનો કુલ ખર્ચ ૫૦,૦૦૦/- થાય છે
એક કીટમાં માસ્ક અને સેનીટાઈઝર હશે,તેની સાથે ચાય, નાસ્તો, ફ્રુટ, એક કીટની કિંમત ૧૧૦૦ રૂપિયા થાય છે. આ કીટ બનાવી ને આપવા માં આવે છે.

– ૫ કીટની કિંમત = ૫૫૦૦/-

– ૧૦ કીટની કિંમત = ૧૧૦૦૦/-

– ૨૦ કીટની કિંમત = ૨૨૦૦૦/-

– ૩૦ કીટની કિંમત = ૩૩૦૦૦/-

– ૪૦ કીટની કિંમત = ૪૪૦૦૦/-

– ૫૦ કીટની કિંમત = ૫૫૦૦૦/-

આપ આપના તરફથી જેટલી બને તેટલી કીટની મદદ કરીને આ સેવાકીય પ્રવૃત્તિમાં સહયોગ કરી શકો છો. અમે આ સેવાયજ્ઞમાં આપના સકારાત્મક જવાબની રાહ જોઈ રહ્યાં છીએ…

ફ્રેન્ડસકેર ફાઉન્ડેશન પરીવાર

« of 2 »

કોરોના વાઈરસ શુ છે ? જાણો તેના લક્ષણ

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનને કહ્યું કે આ કોરોના વાઇરસ છે. કોરોના વાઇરસ અનેક પ્રકારના હોય છે, પરંતુ એ પૈકી 6 વાઇરસનો જ લોકોને ચેપ લાગ્યો હોવાનું જાણવા મળ્યું હતું. હવે આ નવા વાઇરસની ઓળખ થયા પછી એ સંખ્યા સાત થઈ ગઈ છે. નવા વાઇરસના જિનેટિક કોડના વિશ્લેષણથી એ ખ્યાલ આવ્યો છે કે આ માણસોને સંક્રમિત કરવાની ક્ષમતા ધરાવતા અન્ય કોરોના વાઇરસની તુલનામાં સાર્સની નજીક છે.

સાર્સ નામના કોરોના વાઇરસને ઘણો ખતરનાક માનવામાં આવે છે. 2002માં ચીનમાં 8098 લોકો સાર્સની ઝપેટમાં આવી ગયા હતા, જેમાંથી 774 લોકોનાં મૃત્યુ થયાં હતા.

કોરોના વાઇરસનાં લક્ષણોમાં માથું દુખવું, નાક વહેવું, ખાંસી, ગળું ખરાબ થવું, તાવ આવવો, બેચેની અને થાક લાગવો, છીંક આવવી કે અસ્થમા વકરવો, ન્યુમોનિયા અને ફેફસાંમાં સોજો વગેરે છે.

ક્યાંથી આવ્યો છે આ વાઇરસ?

નવા વાઇરસના જિનેટિક કોડના વિશ્લેષણથી એ ખ્યાલ આવ્યો છે કે આ માણસોને સંક્રમિત કરવાની ક્ષમતા ધરાવતા અન્ય કોરોના વાઇરસની તુલનામાં સાર્સની નજીક છે એક જીવોની પ્રજાતિમાંથી બીજા જીવોની પ્રજાતિમાં આવે છે અને પછી માણસને સંક્રમિત કરે છે. ચેપ લાગવાની ખબર પણ પડતી નથી. તે પશુઓમાંથી માણસો સુધી પહોંચ્યો હોય એવી સંભાવના છે. ઉલ્લેખનીય છે કે સાર્સ પણ બિલાડીની પ્રજાતિના એક જીવમાંથી માણસો સુધી પહોંચ્યો હતો.

કોરોના વાયરસથી બચવાના ઉપાય

આ વાયરસનું સંક્રમણ પ્રભાવિત વ્યક્તિના સંપર્કમાં આવવાથી વધુ ઝડપે ફેલાય છે. માટે જ્યારે પણ ભીડવાળી જગ્યાએ જવાનું થાય તો ચહેરા પર માસ્ક રાખો. જરુરી ન હોય ત્યાં સુધી ભીડભાડવાળી જગ્યાએ જવાનું ટાળો. ઉધરસ અને છીંક ખાતી વખતે પોતાના મોઢા અને નાકને ઢાંકીને રાખો. નાક, કાન, મોઢાનો સ્પર્શ કરતા પહેલા અને બાદમાં હાથને સાબૂ તેમજ પાણીથી સરખી રીતે ધુઓ.

ફ્રેન્ડસ કેર ફાઉન્ડેશન

ફ્રેન્ડસ કેર ફાઉન્ડેશન એ સોસાયટી રજિસ્ટ્રેશન એક્ટ – 1860 અને બોમ્બે પબ્લિક ટ્રસ્ટ એક્ટ -1950, અમદાવાદ, ગુજરાત, ભારત સ્થિત હેઠળ સ્થાપિત એક બિનસરકારી સંસ્થા છે. જે એવા સમાજને પ્રોત્સાહન આપવું કે જેમાં મહિલાઓ તેમના પરિવાર અને સમાજમાં મૂલ્ય ઉમેરવા માટે પૂરતા સશક્ત છે; બધા બાળકો શિક્ષણ સાથે સશક્ત છે અને તેમના બાળપણના અધિકારોનો આનંદ માણી શકે છે, અને ટકાઉ અને માનવીય સમાજ બનાવે છે જેમાં તમામ જીવોને તેમનું જીવનનિર્વાહ સંચાલન કરવાની સુવિધા મળે છે. અમલીકરણ, વિકાસ માટે સરકાર, દાતાઓ, બિન-સરકારી અને અન્ય સ્વયંસેવક સંસ્થાઓ સાથે યોજના બનાવીને અમલમાં મુકવા અથવા જોડાવા, જે વિકાસશીલ છે, જે તેમના વિકાસને મેનેજ કરવા માટે સંપૂર્ણ ક્ષમતાવાળા શિક્ષિત, સંગઠિત અને મજબુત બનવાની અમારી દ્રષ્ટિને પૂર્ણ કરે છે. ફ્રેન્ડસ કેર ફાઉન્ડેશન અનાથ આશ્રય, વૃધ્ધાશ્રમ, બાળ અધિકાર, શિક્ષણ સહાય, વૃદ્ધાશ્રમ સહાય, મહિલા સશક્તિકરણ, આફત રાહત, તબીબી સહાયતા અને પક્ષીઓ અને પ્રાણીઓની સંભાળમાં કેન્દ્રિત છે.